Wednesday, 2 November 2016

ગઝલ

#ત્રિપદી_ગઝલ

થવું નારાજ તારાથી શી રીતે?
હું જાણું છું તું મારી જિંદગી છે
मैं अपने आप से घबरा गया हूँ।

રણોને રણમાં, મૃગજળથી છળીને
હું પહોંચુ શી રીતે મારી સમીપે?
मैं अपने आप से घबरा गया हूँ।

આ જીવન આમ તો શી રીતે વીતે?
સમય પણ જાય થોભી આ કહીને
मैं अपने आप से घबरा गया हूँ।

જમાના પાસે છે કારણ હજારો
જીવે સૌ એક બીજાથી ડરીને
मैं अपने आप से घबरा गया हूँ।

હું મારા-તારા સૌ સાથે લડી લઈશ
તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને?
मैं अपने आप से घबरा गया हूँ।

           #વિવેક__ટેલર

No comments:

Post a Comment