આવી છે યાદ તારી અણસાર થઈ ને ,
આવ્યો છે કાફલો મન વણઝાર થઈ ને.
આપી દઉ આ હૃદયને તારા ભરોસે,
મન વસ્યા કાન રગરગ સરકાર થઈ ને.
તારા વિણ આ ચમન સૂના સાવ યારા,
ઊરે ના અવતરો કદિ તકરાર થઈ ને.
અમથા અમથા જ ન્હોતા બંધાણ તારા,
આવી ઊભી ઘડી આ અલગાર થઈ ને.
આંખોમાં આશ ભર્યા છે સ્વપ્ન તારા,
વરસો વરસાદ વાલમ દમદાર થઈ ને.
મળજો ક્રિષ્ના પ્રણયમાં સાક્ષાત અમને,
લાવી છું પ્રેમ મારો મઝધાર થઈ ને.
શ્વાસોમાં ગૂંથજો એકાંતે 'ફિઝા'ને,
ધબકો સાજન હૃદયમાં ધબકાર થઈ ને.
કાજલ કાંજિયા 'ફિઝા'
No comments:
Post a Comment