ચાંદ તારી ચાંદનીને ચાહવી છે આજ તો,
સૂર્ય તારી રોશની પંપાળવી છે આજ તો,
ફૂટવા દે દર્દ ઊંડા મૂળમાંથી સામટા,
યાદ આવેલી વ્યથા ખંગાળવી છે આજ તો.
પાંગરે છે પ્રીત એ પાછી નયનના જામથી,
સામસામેની નજરને પાળવી છે આજ તો.
પાંપણોને મીંચકારી આવવાની છે પરી,
સોણલાંની સાથ રાત્રી ગાળવી છે આજ તો.
પ્રેમથી તે સાંભળી છે પ્રાર્થનાઓ, ઓ પ્રભુ,
લાજ એ રીતે 'કજલ'ની જાળવી છે આજ તો.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment