Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
###પ્રીત##'
મારે તો લખવું છે, તવ હોઠે હસવું છે.
પ્રેમ તણું તુજ ગાયન, ગાયક થૈ ગાવું છે.
શબ્દો ની સૃષ્ટિ માં, કાવ્યો થૈ વસવું છે.
ફૂલો જેવી છે તું, ભ્રમર તો બનવું છે.
'સંદીપ' હવે તારે, પ્રીતમ જ રહેવું છે.
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment