ગઝલ
તને કે મને કયાં જુદા રાખે છે?
રહેમત સલામત ખુદા રાખે છે.
તમા કયાં મને તો કશાની પણ છે,
સફરની ખબર નાખુદા રાખે છે.
અકળ શી કરે છે કરામત કેવી ?
દિલોને દિલો પર ફિદા રાખે છે
વિજોગી દિલોનાં મિલનને કાજે,
તપેલી ધરાની તૃષા રાખે છે.
સતત દોડતી જિંદગી ની કાજે,
જલાવી ઉદરમાં ક્ષુધા રાખે છે.
અમીરાત એ પ્રેમની પામે છે
વિરહની દશામાં વફા રાખે છે.
રહે છે અમર પ્રેમની દાસ્તાનો,
છુપાવી દિલોમાં સુધા રાખે છે
'દાજી '
No comments:
Post a Comment