Saturday, 12 November 2016

અછાંદસ

ચાલ,હવે તો સૂઇ જા....
-----------------------------
દૌડ્યો,ભાગ્યો
ન કીધો આરામ કદી,
નોટો ને કાજે...
ચાલ,હવે તો
સૂઇ જા...
શા માટે ટગર ટગર
જોયાં કરે છે
છત સામે,
રદ્દ થઈ ગઇ છે
તારી બધી નોટો,
ચાલ હવે તો
સૂઇ જા...
    દૌડ્યો,ભાગ્યો...
પડી છે બહાર
મોટી ગાડી,
રહે છે આલિશાન બંગલામાં,
ચાલું છે ધના ધન એ.સી.
ને સૂતો છે
ડનલોપનાં ગાદલાંમાં,
ચાલ હવે તો
સૂઇ જા....
    દૌડ્યો,ભાગ્યો....
સમજ પડી ગઇ છે
નથી ખરીદી શકાતું
" ચેન " નોટો થી,
સ્વીકારી ને આ વાત,
ચાલ હવે તો
સૂઇ જા....
  દૌડ્યો,ભાગ્યો
ન કીધો આરામ કદી,
નોટો ને કાજે...
ચાલ,હવે તો
સૂઇ જા...
શા માટે ટગર ટગર
જોયાં કરે છે
છત સામે,
રદ્દ થઈ ગઇ છે
તારી બધી નોટો,
ચાલ હવે તો
સૂઇ જા...
    દૌડ્યો,ભાગ્યો...
    ---- મુકેશ મણિયાર.

No comments:

Post a Comment