Sunday, 13 November 2016

ગઝલ

ચાંદ તારી ચાંદનીને ચાળવી છે આજ તો,
સૂર્ય તારી રોશનીને ભાળવી છે આજ તો,

દૂર થાશે દર્દ ઊંડા મૂળમાંથી સામટા,
યાદ આવેલી વ્યથાને ખાળવી છે આજ તો.

પાંગરે છે પ્રીત પાછી જો નયનના જામથી,
સામસામે ની નજર ને પાળવી છે આજ તો.

પાંપણોને મીંચકારી આવવાની છે પરી,
સોણલાંની સાથ રાત્રી ગાળવી છે આજ તો.

ઈશુ તે તો સાંભળી છે પ્રાર્થનાઓ પ્રેમથી,
લાજ થોડી તે 'કજલ'ની જાળવી છે આજ તો.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment