Sunday, 13 November 2016

ગઝલ

##ગઝલ#

શબ્દોના હલેસા જ ; દરિયો અપાર ગઝલનો,
વિચારો તણી આસ; છેડો અમાપ ગઝલનો.

વહેતા રહે છે ; બની આંસુ તારા સપના,
જણાશે વિરહમાં જ ; કેવો વિલાપ ગઝલનો!

ભલે સાથ છોડે બધા; હાથ પકડી અમસ્તો,
સદા છે ,રહેશે !હવેતો સંગાથ ગઝલનો.

ચહેરો તમારો; અમારે નથી જોવાનો,
ન જોયો અમે તો ; ચહેરો ઉદાસ ગઝલનો.

અમે પ્રેમ અનહદ કર્યો; ને તમે માપો છો!
ઘણો અકળ છે આ ; ન છેડો મપાય ગઝલનો.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment