અવતરણ....
છવાયા તમે આ હ્રદયમાં હવે તો..
ભરીને ગયા છો નયનમાં હવે તો...
ફસાવ્યો સજેલા શખ્ખામાં તમારા ..
સજાવી લઇશ આમ મનમાં હવે તો...
કર્યા ના હતા આજ સુંધી છબરડા..!!
નહીંતર ફરત ના ચમનમાં હવે તો...
પ્રથમ રાખતો લાગણીઓ તમારી..
લખી નાખુ છું એ અમનમાં હવે તો...
ગઝલને લખી તો તરત જ જોયા.
ઉડી લાગણીઓ પવનમાં હવે તો...
જરૂરી હતી ને રહેશે જ કવિતા..
મળીશું પછીના જનમમાં હવે તો...
'જગત'માં હવે હા કહીને રહીશું..
ઉતાવળ કરી અવતરણમાં હવે તો...jn
No comments:
Post a Comment