Sunday, 13 November 2016

ગઝલ

@[અંગત લખું]

કલ્પનાં છે આપની સંગત લખું,
થાય કો'દી શક્ય તમને ખત લખું

હોય ગરમી ચાહતોમાં જો ભરી,
એક ઠંડી આપ કાજે રત લખું.

સાવ કોરું આંગણું છે આપણું,,
વ્હાલ તું વરસાવતો હું છત લખું.

મૂલ મારું આંકવું કપરું થશે,
શબ્દ દ્વારા બોલ તો કિંમત કરું.

ચાલ મારો સાથ દઇ દે તું હવે,
શ્વાસ કરતા પણ વધું અંગત લખું.
– ઈશાન વિરાણી

No comments:

Post a Comment