Sunday, 13 November 2016

ગઝલ

આ નોટોનું બંડલ કે સાપનો ભારો,
આ બેનામી સંપત્તિ બની ગઈ ગારો....!

ઉઠાવો ખંપાળી કે લઈ લો જારો,
આ મજૂરી કરવાનો વારો છે તારો....!

ના કોઈ લાકડી ; કે ના કોઇ ડારો,
આ વગર ગરમી એ ચડી ગયો પારો....!

લાઈનમાં રહેવાનો આવ્યો છે વારો,
આ ખોટા નાણાને કાઢો ઘર બારો....!

આ મીઠું અમૃત હવે લાગે છે ખારો,
'ગજજબ' છે દુનિયા હવે છુટ્ટાનો મારો....!
ભરત વાઘેલા

No comments:

Post a Comment