સ્વપ્નમાં ઉડવું અવતાર રૂપ લાગતું.
આંસુમાં દડવું અંગાર રૂપ લાગતું.
શું કહું શું હતું એ ગહેરાઈ માં,
છીપમાં જડવું શ્રુંગાર રૂપ લાગતું.
રાત આખી રહ્યો હું કમળ જેમ ત્યાં,
ઘેનમાં અડવું વિજતાર રૂપ લાગતું.
કોઈ આઝાદ ઉડતી ગમે તીતલી,
કેદમાં પડવું આધાર રૂપ લાગતું.
થૈ નજરથી અલગ આંખ ફરકાવતા,
કીકિમાં નડવું ખુબ ખાર રૂપ લાગતું.
-શીતલ ગઢવી"શગ"(બે કાફિયાવાળી ગઝલનો પ્રયાસ)
No comments:
Post a Comment