Friday, 18 November 2016

ગીત

ચલો...

ચલો વેકેશન ખૂલે છે !
આંખો સામે મસ્તીવાળી ટોળી આખી ઝૂલે છે,
ચલો વેકેશન ખૂલે છે...

જેનાથી ટેવાઈ ગયો છે ખભાને એ દફતર મળશે,
લેશન નામે જીવને રોજે નવું-નવું કૈં નડતર મળશે;
પછી કહો કે પતંગિયાનું ટોળું આખું ઉડવાનું કાં ભૂલે છે ?
ચલો વેકેશન ખૂલે છે...

માવતર નામે જૂનો લીમડો લીંબોળીને ભણવા મૂકે,
જીવતર આખું ગોટાળે છે સાંભળીને ભણવા મૂકે;
પૂછે કોઈ હૈયું ક્યાં છે ? કહી દેશે કે સ્કૂલે છે...
ચલો વેકેશન ખૂલે છે...

આલાપ

No comments:

Post a Comment