વિહગપાંખથી આ ખરે જેમ પીંછું,
કદી એ રીતે હું ખરું એમ ઇચ્છું.
સમી સાંજે આવ્યાં છે સ્વપ્નો અધૂરાં,
પ્રથમ લઉં નિહાળી પછી આંખ મીંચું.
ડૂક્યાં નીર ને સૌ નવાણો સૂકાયાં,
ઉષર ભોમકાને હવે કેમ સીંચું ?
ઘણી વાર પટકાઉં છું ઉર્ધ્વતામાં,
પતન માત્ર હોતું નથી કાંઇ નીચું !
કર્યો લે સ્મૃતિનો શિલાન્યાસ 'આતુર',
ગમે તેમ મસ્તક હવે રોજ ટીચું.
'આતુર'
No comments:
Post a Comment