*કયારેક તો*
એમ સમજી હું હૃદયના દ્વાર બંધ રાખતો,
કોઇ આવી બારણા,ખોલવશે કયારેક તો.
પ્રીતના દરિયામાં ઘરકાઇ ગયો હવે તો,
કોઇ મરજીવા બની,બચાવશે ક્યારેક તો.
વણથંભી રાહથી વેગળો થઈ ગયો હવે તો,
કોઇ સાથ આપીને,ચલાવશે ક્યારેક તો.
જાણે,સ્મિત બની ગયુ વેરી ચહેરાનુ હવે તો,
કોઇ આવી મુખડુ,મલકાવશે ક્યારેક તો.
થંભી ગયુ છે,જીવનનું વહાણ મધદરિયે,
કોઇ આવી હલેસા,હલાવશે ક્યારેક તો.
છે ‘કસક’ જિંદગીમાં ઉદાસીનતા’ને ખાલીપો,
કોઇ આવી હ્રદયમાં,સમાવશે ક્યારેક તો.
-સદિપ પટેલ”કસક”
No comments:
Post a Comment