નોટ કયાં તારી હજી નોકર બની!,
જિંદગીતો આપણી જોકર બની.
હર ઘડાતો ફૂટવાના પાપના,
જિંદગી પગ કોઈને ઠોકર બની.
યાતનાઓ વેદનાઓથી ભરી,
જિંદગી મારી હવે લોકર બની.
જેટલા ઘર નાણું વ્હાઈટનું હતું,
જિંદગી તેની ખરી ડોલર બની.
ઓનલાઇન જો ખરીદી સૌ કરે,
જિંદગી પણ આપણી ઓફર બની.
કાજલ કાંજિયા 'ફિઝા'
No comments:
Post a Comment