Thursday, 17 November 2016

અછાંદસ

સમજ

સમજણા શબ્દ લય છે
અણસમજુને ભય છે
વાચી સમજાવે એવુ કોઈ ?
સમય-સમયની વય કવિ જાણે કવિતા સમજાવે...!
દુરદ્રષ્ટા કહો કે ભવિષ્યવાણી
આજ,
આજ-કાલ અને કાળની કાલ...
સમજ...!
કોઈ પાને છપાણી છે
પતર તાંબે પાને
પથ્થર શિલા વાને
ગુફા અને જડતર કોતરાણી જાણે
ચકમક ખરતા
છતા,
સચવાણી,
કોઈ એક ખૂણે સમજ ઓળખાણી
પાળિયો થઈ ગયેલી આ ઓળખ
એક દિવે સમજાવી ...
જયોત થી જયોત અંજવાળી
સમજ સ્વતંત્ર વાણી
ફરી કરો મંથન દરિયે પછી જુવો
કેશુકીને બદલાવી
નવા રત્નો અને નવી નીકળશે
લ્હાણી ....
આઘાર-ધાર મહાભારત અને મહાકાવ્યની સમજ ન્યારી
કોણ સમજાવશે શકુંતલાને
મૃગ જળ નથી પાણી
સમજ ..
આંખ-આંખ ની ક્યારી
અલગ-અલગ અલગારી જાણે
આપ સમજ
માપ સમજ
લાખ-લાખ સમજ
આછી સમજ
વ્રજની ગોપી જાણે છે...
કાન સમજ..
વૃદાવનનુ આ ધામ છે
શું કવિતાનુ બીજું નામ છે?
શબ્દ-શબ્દને તારવું
નહિ સમજાવે સર્જન હાર !!
કવિતાનો ઉપહાર
ઝરણું ઝીણું કોને સમજાય છે?
કવિતા કેટ કેટલી સમજાય છે..!
સમજાવે કોણ???
સર્જન હાર ?
આંખ-આંખની ધાર જાણે
વહેતી શુ કેહતી
સમજ...?
દિલ કોતરાવી..

જાગૃતિ મારૂ "જાગુ"મહુવા 17-11-2016-
સમય-1:30 ની રાત્રિ

No comments:

Post a Comment