ચાલશે હજુ પણ અહીં તારી અસર,
હજુ ઘણી બાકી અહીં તારી સફર.
ભવિષ્યતો ના ભાખ તેનું હરવખત!
કોઇને ના કાળ ચક્રની હજુ ખબર.
હા,નથી સ્હેલો અહીં તારો સફર,
કંટકો ભર્યા મરદ તારા ડગર.
ભાર તો લગભગ બધો તારા ખભે,
દેશ વાશી સૌ કરે તારી કદર.
ખાધુ જેણે દેશનું નાણું સતત,
હા,બગાડ્યા જો બધાનાં તે જઠર.
કાજલ કાંજિયા 'ફિઝા'
No comments:
Post a Comment