હા, હ્રદયનાં તાર તો અકબંધ છે,
ને તારનાં ઝંકાર પણ અકબંધ છે ..
આ હ્રદયથી તે હ્રદય ભણી જશે,
પ્રેમનો વિસ્તાર જો અકબંધ છે ..
ના ઉદાસીની ગુલામી નહિં ગમે,
સ્મિતનો વ્યવહાર જો અકબંધ છે..
વાસ્તવિકતાથી ના મોઢું ફેરશો,
નહિં તો એનાં વાર પણ અકબંધ છે ..
આપે શીતળતા સંબંધ એવા ભલા,
જાણે શબનમી સવાર અકબંધ છે ..
છો ઝઝૂમતી જિંદગી રહેતી સદા,
તોયે એનો સાર જો અકબંધ છે ...
- શબનમ
No comments:
Post a Comment