વહે ચીસો ઘણી આજે હવા સાથે ખબર થૈ ને,
ઘવાયો છું સમયના કૈં ઝપાટાની અસર થૈ ને,
હતી નાડી હકીમોના હસ્તે મારી ક્ષણો વાળી,
અનાયાસે ધડકતુંતું હૃદય થોડું જબર થૈ ને.
કલેવરને તપાસીને તબીબો ચૂપ બેઠેલા,
સરે આંસુ નયનમાં થી અમી વાળી નજર થૈ ને.
થયા ભેગા સગા વ્હાલા નનામીને ખભો દેવા,
જનાજો પણ ફરે મારો પ્રભુ કાંધે અમર થૈ ને,
સ્મશાને થી થયો છૂટો બની બેઠો છબી વાળો,
'કજલ' પાછો પ્રગટવાનો જમાનામાં કબર થૈ ને.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment