Saturday, 19 November 2016

ગઝલ

ગઝલ...

આભને ઓઢીને રસ્તાઓ સૂતા,
ટાઢથી ધ્રૂજીને રસ્તાઓ સૂતા .

વાયરાઓ ના તમે ફરફર કરો ,
દોડતા થાકીને રસ્તાઓ સૂતા.

એકબીજાનાં રહીને બાથમાં ,
ટાંટીયા વાળીને રસ્તાઓ સૂતા .

માણસોની જાતને સમજે છે એ,
આંગળી નાખીને રસ્તાઓ સૂતા.

રાતડી કાળી ગઝલમાં પ્રાસમાં,
પાંપણો ઢાળીને રસ્તાઓ સૂતા.

_ મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment