જળની ઉકળતી આંચમાં આંગળી બાળી હશે,
તળની ગહનતા માપતી કાંકરી મારી હશે.
તપની તરાહે જિંદગી પાવન બનાવતા,
મનના તકાજે જાતને સાકળી તારી હશે.
ફરજો કરમની પાળતા ફળની ઉમીદમાં,
સપને સજેલી કૂપણે પાંખડી ફાલી હશે.
ઉડતા સમયની દૌડમાં સંગત નભાવતા,
પગલે ભરેલા કુદકે પાંસળી ભાગી હશે....?
સૂરત નિખરતા રુપની મોહક અદા ભરી,
રંગત ચમનની જીલતા આંખડી ઠારી હશે.
તડકે તપેલી મોસમી લુના પ્રકોપમાં,
સ્રૃપે બદલતી ૠતમાં કાંચળી ત્યાગી હશે.
બજતી રસીલી તાનના માસૂમ પ્રલાપમાં,
સૂરો મધુરા છેડતી વાંસળી વાગી હશે.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment