Sunday, 25 December 2016

ગઝલ

હૃદયની ધણી ઝંખનાઓ ફળી છે,
ગઝલ જ્યારથી વાંચવાને મળી છે.

થયો સ્પર્શ એનો હવાને જરા' ત્યાં
ગલીયે ગલીયે વસંત નીકળી છે.

નગરમાં થયો લાગે પગરવ તમારો,
હવેલી કાં ઇચ્છા તણી ખળભળી છે.

લખું કંઇક ત્યાં આંસુ થઈ જાય અક્ષર,
છુપાવેલ મે આંખમાં વાદળી છે.

ભુલે આવ-જા કોક'દી તો તું સમજે,
રમત શ્ચાસની જો કેવી પાંગળી છે.

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment