Sunday, 25 December 2016

ગઝલ

*બાળક હું છું તું  માતા છે*

બાળક હું છું તું  માતા છે,
સર્જન કર્યું એ દાતા છે.

વાવ્યા આંગણ ક્યારે ફૂલો,
ઝાઝાં ફૂલો જો રાતા છે.

વાતો થૈ છાની ઈશારે,
આંખે ઈશારા સારા છે,

દૂરી રે છે પ્રિયા મિલને,
દૂરીમાં પણ એ મારા છે.

બેની કાજે દુખ પીવેને,
સુખ છલકાવે એ ભ્રાતા છે.

*તૃપ્તિ ત્રિવેદી "તૃપ્ત"*

No comments:

Post a Comment