Friday, 23 December 2016

गझल

મળો છો તમે તો વિચારે વિચારે,
ડુબાડી તરો છો કિનારે  કિનારે!

ખરીદી શકે ના કદી સત્યને કોઈ,
લઈને ફરો ના બજારે બજારે

નિયંતા કદી ક્યાં ચડે રોજ આંખે,
ચલાવી રહ્યો છે ઇશારે ઇશારે!

મળી છે બધાને નજર એક તોયે,
જુદા હોય દ્રશ્યો નજારે નજારે!

કઠણ છે શિવમ, પણ સહેલું કરીશું!
રડીને હસીશું બહારે બહારે!
'શિવમ'_રાજપુત

No comments:

Post a Comment