Friday, 23 December 2016

गझल

સાંભળી છે આજ સાંભળનારની કથા;
તો ન આવી યાદ તારણહારની કથા.

લાગણીનાં પૂરમાં થંભી ગયાં બધાં;
એ મહોબત છે કદમ ભરનારની કથા.

લાશ થૈ ગઇતી કિનારે આવતા ગરક;
ડૂબવાની છે હવે તરનારની કથા.

જો નગર આખું બળી રહયું છે અને હવે;
માનવી ભૂલી ગયો છે મલ્હારની કથા.

શેર સઘળાં હાંફતાં હો જો ગઝલ મહીં;
જીવતી રેશે અહીં મરનારની કથા.
                            
  -રાણા બાવળિયા ૨૧/૧૨/૧૬

No comments:

Post a Comment