Friday, 23 December 2016

गझल

સંવેદન ચળવળ અંદર છે
સ્પંદન તો સળવળ અંદર છે

નયને વરસે ઘેરું વાદળ,
ઝરણું તો ખળખળ અંદર છે

લીંપી જાતી ચ્હેરા પર એ,
ગ્લાનિ તો વિહવળ અંદર છે

પલકોં ઢાળી રાખું દાબી,
સપનાનું ગજદળ અંદર છે,

અમથું કાંઇ ભડકે બળતું,
લાવા તો ખળભળ અંદર છે

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment