Tuesday, 13 December 2016

ગઝલ

પ્રેમભીની વાત આ ચર્ચાય છે.
કે તમોને જોઇ દિલ ખોવાય છે.

સ્મિત જ્યારે આપ આપો છો મને,
કેટલો આનંદ દિલને થાય છે.
               
હોઠની સુરખી અનેરી છે અજબ,
દિલ મહીં રંગો ભરીને જાય છે.
                 
આંખના કામણ મને ઘાયલ કરે,
કેટલું  હૈયું  ચિરાઇ જાય છે.

રેશમી ગાલોની આ લાલી થકી,
કેટલી લાલાશ કૈં પથરાય છે.

બે ઘડી હું આંખમાં ડૂબ્યો જરા,
પ્રેમથી આખુય દિલ ભિંજાય છે.

જો હસી ને બે ઘડી સામુ જુઓ,
હર અદા મારું કવન થઇ જાય છે.
             -- દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment