સ્પર્શ જો મળે એનો, રણમાં જળ બની જાઉં
શિલ્પ સમ તું કંડારી જો અચળ બની જાઉં
યાદ એમને આવું ભાત સ્પર્શની જોઇ
ટેરવે ગણાતી હું,મસ્ત પળ બની જાઉં
પથ્થરે ફૂટીને વ્હેતું ઝરણ ચીરે હૈયું
સ્નિગ્ધ આંખને તું સ્પર્શે, પડળ બની જાઉં
ઉષ્ણ શ્વાસ જો સ્પર્શે, કલ્પનો કરે કૈં કૈં
અંગમાં વહે લાવા, હું વિકળ બની જાઉં
એક વાર આલિંગે બાહુપાશમાં એવી,
વેલ વીંટળાઈ વૃક્ષે હું વળ બની જાઉં
તૃષા
No comments:
Post a Comment