ચેતજે ભલા માણસ,જિંદગી દગો દેશે,
રોજ છેતરી ને આ,આદમી દગો દેશે.
માંગણીઓ રહેવા દે,આટલી બધી તારી,
એ ખુદા નથી પ્યારો,બંદગી દગો દેશે.
તું ભલા સમજ દુનિયા,આંખને જરા ખોલી,
આટલી બધી તારી ,સાદગી દગો દેશે.
આપણા પ્રણયની તું,લાજ રાખ અંતરથી,
કોઇ વાત કરશે ને,લાગણી દગો દેશે.
આ કબર સજાવીને,લોક વાટ જોવે છે,
મોત છેતરી જાશે,આંખડી દગો દેશે.
-આભાસ
No comments:
Post a Comment