Wednesday, 14 December 2016

ગઝલ

તરહિ ગઝલ

*હશે ખાલી જગા ત્યાં ત્યાં એ મૂર્તિ સ્થાપતા રહેશે,*
કરીને માનવી બેઘર, દેવાલય બાંધતા રહેશે.

હજારો રોજ સુવે છે, ફૂલો ભૂખ્યા બગીચામાં,
સજેલા થાળ ભોજનના  ય પથ્થર પામતા રહેશે.

ચડે છે દૂધના લોટા, વહે શ્રઘ્ધા સરિતાઓ,
બની ભિક્ષુક જે બેઠા છે, સદાયે માંગતા રહેશે.

ધરીને વેશ સાધુના, કરે વેપાર ઈશ્વરનો
કરીને પુણ્યની વાતો, ધુતારા ફાવતા રહેશે.

જીવે છે ધર્મ માનવામાં, બને તો માનવી બનજે,
કરે જે દંભ પૂજાનો, એ ઈશ્વર શોધતા રહેશે.

       હાર્દ

No comments:

Post a Comment