સૂર્ય પાસે ક્યાં કદી પહોંચાય છે?
નીર વહેતા શું કદીય બંધાય છે?
આગને તો આંગળીયે અડાય નૈ,
કાચને તૂટયા પછી સંધાય છે?
ઝાંઝવાનાં પાન છે સાવેય કૂણા,
યત્ન કર તુ, એક પણ તોડાય છે?
સોણલા સૌ નાહ્ય છે આંખો મહીં,
ઝીલ સી આંખોથી શેં જવાય છે!
રેત કણ રડતાં કિનારે એકલા,
ઓટ આવી પાણીયે લઇ જાય છે!
પ્હાણ શો નીંભર થયો છે માનવી,
પીડને પણ ખૂબ પીડા થાય છે!
------હેમા ઠક્કર "મસ્ત "-----13/12/2016
No comments:
Post a Comment