જો નયનથી નયન આજે મળી જાશે,
તો ઇશારે ઇશારા પણ ફળી જાશે.
લાગણીઓ પછી એવી તો હરખાશે,
શ્ર્વાસમાં શ્ર્વાસ જ્યારે ભળી જાશે.
સાથ પામવા હૃદય આજે રળી જાશે,
સાનિધ્યમાં સ્મરણ આજે મળી જાશે.
ઝંખનાઓ પછી એવી વગોવાશે,
'ખુદ'ની કલ્પના પોતાને છળી જાશે.
શૂન્યતા જિંદગી સાથે લખાઈ, એ,
ભીતરેથી ખરેખર નીકળી જાશે.
બેશરમ આખરે એવો બનું કે તે,
દિલ્લગીમાં આજ મારા પીગળી જાશે.
બે ક્ષણો આજ પાસેના રહ્યો,કારણ
મીણ માફક પળો પણ ઓગળી જાશે.
પ્યાસ તારા હૃદયે છે તે 'કસક' આજે,
મીઠુ મૃગજળ બનીને ગળ ગળી જાશે.
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment