Wednesday, 14 December 2016

ગઝલ

રહ્યું આજ અધૂરુ,ગઈકાલ અધૂરુ,
રહેશે હરસુ શું આમ અધૂરુ...

થશે ના પુરો કદી લાગે છે એવું,
રહેશે હરસુ શું આમ અધૂરુ...

કરું જતન, ના છોડું સાથ તોય,
રહેશે હરસુ શું આમ અધૂરુ...

ખાલી નથી ને ભરેલુંય નથી,
રહેશે હરસુ શું આમ અધૂરુ...

પળપળમાં વીતે અસહ્ય જીવવું,
રહેશે હરસુ શું આમ અધૂરુ...

નથી મેળળ્યું, તોય ખોવાયુ કશું,
રહેશે હરસુ શું આમ અધૂરુ...

હારી ગયું મન આજ વિચારી,
રહેશે હરસુ શું આમ અધૂરુ...
ઈશિતા

No comments:

Post a Comment