આંખે મારી તારા સપના,
આવી બેઠા છાના છપના.
શ્વાસે મારા કાનો સ્પર્શે,
રાધે રાધે માળા જપના.
તારા પ્રેમનુ વળગણ આંખે
મારે મંદિર મસ્જિદ લપ ના.
જ્યાં જોઉં ત્યાં તુ દેખાતી,
કોના દર્શન મારે ખપના.
બુધ્ધ થયો જો ભીતરથી તું,
તો સુંદર મન લાગે અપના....
શૈલેષ પંડ્યા..
No comments:
Post a Comment