Saturday, 24 December 2016

સાંજી ગઝલ

સહિયારી ગઝલ

ઝૂમતી રાધા રમે છે રાસ માં,
મોરલી ના સૂર રાખે પાસ માં. - (કજલ)

ખેલતી રાધા મળે છે કાન ને,
કૃષ્ણ ઘેલી કૃષ્ણ કેરી આસમાં. - (ઈશ)

શોધતી વૃંદાવને  રાધા ફરે,
બ્હાવરી એ ઘેલડી ઉપવાસમાં. - (શગ)

શ્યામ છેડે સૂર રાધા સાથમાં,
મોરલી વાગી અધરના શ્વાસમાં. - (હીર)

થઇ છું વિહ્વળ હું સખીરી પ્રેમમાં,
મન તો મોહ્યું મોરલી નાં પ્રાસમાં. - (ચાતક)

સાવ અમથી તું મથામણ શું કરે?
ક્યાં રહ્યું માખણ હવે આ છાસમાં !! - (વિલ્સન ફાર્મર)

ચાંદ ઉગ્યો છે મિલન વેળા થઇ,
આવ  કાના ચાંદની સમ હાસ્યમાં. - (શગ)

ફૂલ ખીલ્યા ઉપવને ને હું સખી,
કાનજી શોધી રહી સુવાસમાં. - (કજલ)

શ્યામ મળશે આજ તો વૃંદાવને,
રાસ ગોપીઓ રમે આભાસમાં. - (સર્જક)

કંસનો સંહાર કરવા આ યુગે.
જન્મશે તું કયારે કારાવાસમાં. - (સર્જક)

હું બનું રાધા કે મીરાં, ફેર શું?
મન રહે બસ કૃષ્ણના વિલાસમાં. - (મંથન)

No comments:

Post a Comment