Tuesday, 20 December 2016

ગઝલ

તું ને હું હથેળી ભેરવીએ તો કેવું લાગે,
સાદ માં સાદ ઉમેરીએ તો કેવું લાગે.

સુવળા ગાલ અડક્વા મને બહુ ગમે,
તેમાં હળવી ભીનાશ નાખીએ તો કેવું લાગે.

છૂટી હાથે ન સંભળાતી તારી કેશલટ,
ને રેશમ ના દોર થી બાંધીએ તો કેવું લાગે.

સમુદ્ર ભલે નથી આપણા જીવન માં,
પણ આપણે દિલ આપીએ તો કેવું લાગે.

હુબહુ છે શબ્દો ની સજાવટ આ ગઝલમાં,
તો તેની આપલે અટકાવીએ તો કેવું લાગે.

અંધારા ભરેલો ઓરડો છે અહીં "રાગ',
તેમાં તું ને હું કાયમ રહીએ તો કેવું લાગે.
  ચિરાગ બી. દેવગાણિયા "રાગ'

No comments:

Post a Comment