ચિત્ર પરથી ગઝલ
આજ ઘરમાં એક ઊંચું ઝાડ ઊગ્યું,
ને પછી છાતી વચાળે તાડ ઊગ્યું.
કૈં સરળ છે આભ સુધી જૈ ઘવાવું
જોત જોતાંતો સમીપે હાડ ઊગ્યું.
કાલનાં વ્હાલાં હથેળી વાગતાં થ્યાં,
ને પછી તો વેતરાતું ઝાડ ઊગ્યું !
વાત એવી લાગતી કે રાઈ જાણે
ને પછી દમદાર થૈ કો પ્હાડ ઊગ્યું
ઝાડ જેવી વાત રે'શુ આમ ગાતાં
રાત જેવું આજ આ તો ધાડ ઊગ્યું.
-પરમ પાલનપુરી
No comments:
Post a Comment