##જો શબ્દ તું મારા.##
તારે મને છે જાણવો ? જો શબ્દ તું મારા,
તારે મને છે માણવો ? જો શબ્દ તું મારા.
આ આંખ ના માર્ગે પહોંચી ના શકાય દિલે,
તારે મને છે પામવો ? જો શબ્દ તું મારા.
ના કોઇ રીતે પ્રેમ નો તો એકરાર થશે,
તારે મને છે ચાહવો ? જો શબ્દ તું મારા.
તું ના સમજતી હું સરળતા થી સમજ આવું ,
તારે મને છે વાંચવો ? જો શબ્દ તું મારા
જોવો જ છે મરતો મને તો ગઝલમાં જોને!
તારે મને છે મારવો ? જો શબ્દ તું મારા.
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment