*પલ* | *હૃદયનો સીધો અનુવાદ*
રોજ થોડું તૂટવું કોઠે પડી ગ્યું,
જાતમાંથી છૂટવું કોઠે પડી ગ્યું.
એકલું લાગે, છતાં ફરિયાદ ક્યાં છે ?
મ્હેફિલોમાં ઝૂરવું કોઠે પડી ગ્યું.
એ નજર ટકરાય ને હું ધ્વસ્ત થાઉં,
કાચ માફક ફૂટવું કોઠે પડી ગ્યું.
ફૂલની માફક ખરી જાવું ગમે છે,
ખીલવું ને ખૂલવું કોઠે પડી ગ્યું.
હું નથી ડરતો- કરે દુનિયા ખિલાફી,
જાત સાથે ઝૂઝવું કોઠે પડી ગ્યું.
*આલાપ*
No comments:
Post a Comment