ઓળખ મેળવીને સ્હેજ ઊંચો થાય પડછાયો.
દાનત વામણી જાણી સહેમી જાય પડછાયો.
દોડીને ગયો જ્યાં ઝાડનો ટહુકો મળ્યો કાને,
ભાળી ભીંત ઈંટોમાં જઈ પટકાય પડછાયો.
વાદળ વીજળી સંગાથ રે'તો એ સુદામા થઇ,
માણી મિત્રનું સ્વરૂપ આટોપાય પડછાયો.
નૈતિકતા રઝળતી મૌન રાખી દેખતો માણસ,
ભીતરથી ભભકતા કુંડમાં જઇ ન્હાય પડછાયો.
પકડીને તમસનો હાથ પ્હોંચ્યો એ સ્વને મળવા,
આભા જોઇ ચાંદાની ફરી પટકાય પડછાયો.
-શીતલ ગઢવી
No comments:
Post a Comment