Thursday, 29 December 2016

ગઝલ

જિંદગીની દૌડ આગળચાલતી,
પાંગરેલી  ભાવનાઓ. હારતી.

સદ નજરસૌનેસરીખા ભાળતી,
આયતે આંકી ઇબાદત માનની.

દ્રેષના ભાવો વલણ ને પોષતા,
ગર જરુરત હીત સામે આવતી.

રાહ ભુલી આ જગતની ભીડમાં,
સાવ તનહા માનવી ને પાડતી.

સ્નેહ ભીનીલાગણી ની આડમાં,
આદમીને  લાલસાઓ મારતી.

હાથ આવીને ક્ષણો સરકી જતી,
ભાગતા મનને મનીષા વારતી.

જડ ઉસુલો ની જડેલી  ભાતમાં,
અવસરેમાસૂમ લકીરો તાણતી.

          માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment