Thursday, 29 December 2016

ગઝલ

એક વધુ ગુરુવાર હાજરીમાં પુરાય એ માંરે માટે વધુ આનંદની બાબત છે. હાજરી પૂરો ત્યારે.

છે વ્યસ્ત ખાસ્સો આદમી શહેરમાં
જામી ગયો છે કાયમી શહેરમાં

વાદળ ફરી આકાશ ઓઢી આવશે
રસ્તા બધા પર છે નમી શહેરમાં

કોને બતાવું લાગણીની નોટ આ
એકેક માણસ જોખમી શહેરમાં

એથી વફાદારી બતાવું છું અહી
માણસ ફક્ત ચાહે પમી શહેરમાં

આખો બગીચો એક કુલડીમાં ઊગે
મોસમ અસર કરતી નથી શહેરમાં

સાચું કહું તો વાત વણસી જાય છે
ક્યાં લગ છુપાવું બાતમી શહેરમાં
પમી = ગલુંડિયું
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment