Thursday, 29 December 2016

ગઝલ

એ પહેલાં ભીંજાય પછી ગાય છે
સાચું ચોમાસુ પંખીને સમજાય છે.

ક્યાં જરુરી છે શબ્દો તને ચાહવા
આંખથી આંખની ભાષા વંચાય છે.

જોડતો એકબીજાને મનથી ભલા
પૂછ, ક્યાયે એવો સેતુ બંધાય છે.

શબ્દના ક્યાં મોહતાજ એ હોય છે
આરતીમાં ગઝલ જેને સંભળાય છે.

સાચવી લે તુ એ  સ્મૃતિના કાફલા
આંખથી આંસુ થઈને ઉલેચાય છે

ધર નહીં તીર્થ થૈ જાય એ મારે મન
આંગણે દીકરી અવતરી જાય છે...

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment