Monday, 26 December 2016

ગીત

કાઠું કાઢીશ : શૌર્ય .

હું નસીબને પણ વાંકુ વાળીશ,
‘શૌર્ય’ છુ,જીવનમાં કાઠું કાઢીશ.... કાઠું કાઢીશ

ગમે એવા હોય નિયમો ભૂગોળમાં,
હિંમત હૈયામાં,હું હિમશીલાઓ પાડીશ.... કાઠું કાઢીશ

રાગ ભૈરવી,કેદાર કે મલહાર,
જીવનરાગ,હું સમય પ્રમાણે ઢાળીશ.... કાઠું કાઢીશ

રાખ થાય છે,સઘળુંએ ત્રીજી આંખે
સતની નિસરણી રાખી,સૂર્યને બાળીશ.... કાઠું કાઢીશ

પનોતી હોય તાંબા,લોખંડ,સોનાની
જીદ છે મારી,હું શનિની ટીકીટ ફાડીશ.... કાઠું કાઢીશ

બહુરૂપી જેવા જણ આ જીવનમાં,
ચિત્તની ચાળણીથી,એકએકને ચાળીશ.... કાઠું કાઢીશ

હું નસીબને પણ વાંકુ વાળીશ,
‘શૌર્ય’ છુ,જીવનમાં કાઠું કાઢીશ.... કાઠું કાઢીશ

શૌર્ય પરમાર.

No comments:

Post a Comment