અમે રે પક્ષી પ્રેમનાં, પ્રેમ કરતાં ગયા,
તમન્ના સહારે કદમ એમ ભરતાં ગયા,
વિરહની ઉમીદો દબાવી હૃદયમાં અમે,
મિલનની જ આશા મહીં આજ સરતાં ગયા,
દિવસ કે ન રાતો, ફિકર કોણ કરતું હવે!
અમારી લહેરે અમે તો વિહરતાં ગયા,
વધી છે પ્રણયની અગન એ હદે ના પૂછો,
હથેળી અમે જ્યોતિષીને જ ધરતાં ગયા,
દબાવ્યા બધાં દર્દ એવાં ખુશીમાં હવે,
અસર હોય જ્યાં પાનખર એમ ખરતાં ગયા,
'અકલ્પિત' હવે છે સપનનું ઝુલણ આંખમાં,
અને દોરમાં યાદ, મીઠાશ ભરતાં ગયા.
- ભાવિન દેસાઈ 'અકલ્પિત'
Wednesday, 21 December 2016
ગઝલ
Labels:
ભાવિન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment