હરિવર-1
-હર્ષદ સોલંકી
એક જ કીધી રાવ હરિવર
આવી ગ્યોને તાવ હરિવર
છેલ્લી વાર કહુ છું સાંભળ
પછી નહી દઉ ભાવ હરિવર
પાર કરાવી શકીશ? બોલ!
કાગળની છે નાવ હરિવર
આજે નહિ તો કાલે, કિન્તુ
દેવો પડશે દાવ હરિવર
ના અવાય એવું જ હોય તો
ના તો પાડી જાવ હરિવર
No comments:
Post a Comment