દિલને થોડું ખોતરીને રક્ત ખાકી આપજે,
આસવોને પી જવા તું નેક સાકી આપજે.
ખીલ ભોંકે છે હૃદયને મોગરી એ ક્યારની,
નીકળે છે આહ એને કાજ ચાકી આપજે.
ગૂજરે છે આ સબંધો સીતમોના દોર થી,
પ્રાર્થના છે શ્વાસમાં થી બાદબાકી આપજે.
ભાત દેજે છાંટણાની અશ્રુ રંગી પ્રેમથી,
પાંપણો મૂકી કફનથી મૂખ ઢાંકી આપજે.
આવશે સંભારણા જો પ્રીત કેરા તૂજને,
તો 'કજલ' ને તું કબર પણ કૈંક પાકી આપજે.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment