Monday, 23 January 2017

ગઝલ

ચારે કોરથી લશ્કર આવે,
પીઠે પાછા બખ્તર આવે.

ઝખ્મો થોડા ઊંડા દીઠાં,
એને ભરવાં કંકર આવે.

નાચે આંખો છાનીમાની
ખુલ્લી આંખે તસ્કર આવે.

અલવિદા શું બોલી દીધું,
સ્મશાને શબ પગભર આવે.

મઝધારે લે 'કજલ' ડૂબ્યો,
વચ્ચે ના કોઈ લંગર આવે.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment