*દિવાનગી*
કેમ?
દિવાની છે કિનારાની,
આ દરિયાની લહેરો!
કુંવારી કન્યાની જેમ
ઉછળી,ઉછળી આવે
તોફાની થઈ આવે
છેલછબીલી થઈ આવે
ઘૂઘવતા ગીત મધૂરા ગાએ
હરખની પ્હેરી ઓઢણી આવે
કેટકેટલી ભેટ સૌગાદો લઈ....
પ્રિતમ સમ કિનારાને
ભેટવા આવે
આ દિવાની લહેરો
ના સમજે
ના સ્વીકારે
ના પળવાર પોતાની બનાવે,
આ નાદાન કિનારો,
અને છેવટ....,
વીલા મોઢે
નિશાશા ભરતી
પાછી વળતી
કિનારાની, દિવાની લહેરો.
કાજલ કાંજિયા 'ફિઝા'
28/1/2017
No comments:
Post a Comment